#જલેબી
સૌ ને હું બહુ ભાવતી, સૌ કહે મને બી મને બી,
હું મધમીઠી, રસ ઝરતી, મસ્ત મજાની જલેબી !
સાથીદાર મારો લાંબો પાતળો ને બહુ ફાંકડો
એકબીજા વિના અમે અધૂરા, હું ચટણી ને ફાફડો !
હરખ નું હું સાધન, મારી જ થાય વહેંચણી
બેટી લક્ષ્મી ના જનમ પર મારી જ વધામણી !
મારા ગોળ ગૂંચળા ને ગૂંચવણ સાથે ના જોડો ને ભાઈ
ચાસણી શી જિંદગી માં ડૂબી ને મોજ માણો ને ભાઈ !!