આમતો હું લેખક કે કવિ નથી. હમણાં થોડા સમયથી જ લેખન પ્રવૃતિ તરફ વળી છું. લખવાનું શરુ કર્યા પછી જાણે મને જીવનમાં એક નવી રાહ મળી હોય એવું લાગે છે.
ઝાંઝવાના નીરને પામવા દોડતી હતી...
એવામાં રણમાં જાણે એક કિનારો મળ્યો..!
મારી લાગણીને ઠાલવવા મને પણ...
હવે...શબ્દોનો સહારો મળ્યો..!
આ કાવ્યસંગ્રહમાં મુકેલી રચના મારો એક નાનકડો પ્રયત્ન છે. આમાં જુદા જુદા વિષયોને આવરી ને રચનાઓ બનાવવામાં આવી છે. હું આશા રાખું છું કે તમને મારો આ પ્રયાસ ગમશે.
મારા પ્રથમ કાવ્યસંગ્રહને આજે સાંજે ચાર વાગે માતૃભારતી ઉપર વાંચો...