Gujarati Quote in Thought by Vijay Prajapati

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વલોણુ_ખોવરાણુ_ઝેલણીયુ_ભૂલાણૂ

પરોઢ ના દોહલ્યા આ ધોળા છબ્બ દુધળા,
મેળવણ નાખ્યા રે ઘર ની ખાટી આશ ના,

જાગે એ પંખી ને સાદ કરે એ પહેલી રે,
આજ વલોવા ની છાશ ઘરના દહી ની રે,

મોવટી ખૂટી બાધી ઉચેક માથોડી છોડી રે,
દોયણા ને હાથેક થી સહલાવ્યા પરોઢીયે રે,

માળીયે થી ગોળી ને રવાયુ એ બે ની જોડલી રે,
ઝાયરા ઉકળેલ પ્ણી થયા નરમ રવાયા કાળા શ્યામ રે,

વલોણીયા ને ફૂલડે જોયી કેટલી ભાતીગળ ભાત્યુ,
નાનકડી શરમાળ બેનડી ઝેલણીયુ એ બે છાસ્યુ રે,

મેળવણીયુ હાથોક થી વગે થયુ વશ રવાયા ની કાજે,
જોય જોય આ વલોણુ કરે છે દોયડે વાત્યુ રે,,

મીઠા પરોઢ ના ઘમ્મર ઘમ્મર અવાજ ને ઝાઝર ના ઝણકાર
જાણે એ અવાજ ની માહલી સાયબી રે ગજવે સવાર રે,

જો આ રવાયો માખણ ને ફૂલાવી ફૂલાવી ને બેઠો થયો,
આ મીઠી સુગંધીત થયી છાસ્યુ વાહ મજા નુ વલોણુ રે,,

'વિજ'નકામી થઈ ગઈ એ વલોણા ની વાત્યુ આ બધી,,
પ્રીત વલોણા ઝેલણીયા ને ભરખી ગઈ આ #બ્લેન્ડરીયા ?

#વિજુ__vp
#11jan2k19

Gujarati Thought by Vijay Prajapati : 111074849
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now