હા,
તેઓ આવ્યા'તા
જીવન ના અલગ-અલગ પ્રસંગે,
મે,
સ્વીકાર કર્યો એમનો,
પ્રતિક્ષા માં સમય થઈને,
વેદના માં મલમ થઈને,
હરખ માં પ્રકૃતિ થઈને,
તો
વિરહ માં યાદો થઈને,
છતાં
દરેક વખતે
અાંસુ ના માધ્યમ થી
બની ફરીયાદી આંખો માં દસ્તક આપતા રહ્યાં,
હવે જો
તેઓ આવ્યા છે ઉજાગરારૂપે,
તો
હું સમાધાન લાવીશ જાગરણરૂપે...