"કેતલા ડેઝથી મમ્મી દેખાતી નથી...પપ્પા પણ સેડ સેડ દેખાય છે...મમ્મીનો ફોતો દિવાલે લગાઈ હાર ચડાવી રાખ્યો છે...!" વિચાર કરતી ચારેક વર્ષની નાની પરીનું ધ્યાન ફળિયામાં ઉડતાં પતંગિયા તરફ ગયું....તાજા ફૂલો પર ફરકતું પતંગિયું પરીના ગાલને સ્પર્શી ગયું...પરીની આંખોમાં ફરફર ફરકતા પતંગિયાની રંગબેરંગી પાંખો ઉદાસીનતા ઉડાડી નવા રંગ છાંટી ગઈ...!