ડગલું હું માંડુ ને સાથ મને તારો મળે,
કલમ હું પકડું હાથમાં ને બોલ તારા મળે...
ભટકું છું આમતેમ તારો પડછાયો પકડવા,
કાશ આ હાથમાં મને તારો હાથ મળે...
અંતર મનથી જ્યારે કરું હું પોકાર તો,
યાદોના બાગમાં કલશોર બસ તારોજ મળે..
જીંદગીની આ લાંબી સફરમાં
લેવો છે મને વિસામો,
જો વિસામો કરવા મને
તારું આંગણું મળે...
"komu"