@@@ જય ગુજરાત...
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
ભારત મા ની આબરૂ ને શાખ છે ગુજરાત.
ભારત મા ના સપૂતો કેરી રાખ છે ગુજરાત.
જય ગુજરાત...જય ગુજરાત...
કેવળઆતો ભૂમિ નથી એક વ્યક્તિ છે ગુજરાત.
ભક્ત નરસિંહ અને આખાની ભક્તિ છે ગુજરાત.
જય ગુજરાત...જય ગુજરાત...
મેઘાણીની કલમે ટપકતી વીરતા છે ગુજરાત.
ગાંધી ના કાર્યોમાં રહેલી ધીરતા છે ગુજરાત.
જય ગુજરાત...જય ગુજરાત...
મંદિર મસ્જિદ ના ભેદોને ભૂલશે આ ગુજરાત.
એકતા ની મહેક ફેલાવતું ફૂલ છે આ ગુજરાત.
જય ગુજરાત...જય ગુજરાત...
વિકાસની આ દોડ માં ન અટકશે આ ગુજરાત.
દુનિયાના નકશામાં પણ ચમકશે આ ગુજરાત.
જય ગુજરાત...જય ગુજરાત...
વિચારકેરા વૃંદાવનનો મધુર રાસ આ ગુજરાત.
પરમપિતા પરમેશ્વરનો સ્વયં વાસ આ ગુજરાત.
જય ગુજરાત...જય ગુજરાત...
કનૈયાની બંસીથી રેલાતું સંગીત આ ગુજરાત.
અનુરાગ ની ઉર્મિઓનુંજ ગીત આ ગુજરાત.
જય ગુજરાત...જય ગુજરાત...
- અલ્કેશ ચાવડા 'અનુરાગ'
આવા બીજા ક્વોટ,વાર્તાઓ,કવિતાઓ અને ઉપયોગી આર્ટિકલ વાંચવા તેમજ એપ્લિકેશનમાં મુકવા માટે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો "શબ્દ સંજીવની" એપ... નીચેની લિંકથી...
https://goo.gl/eG8aKD