દર્દને કાગળ પર ઉતારી દીધું હોત તો ?
કલમ જરૂર એ સમયને જ થંભાવી દેત
અક્ષરોનું આયખું અધવચ્ચે ન અટકત
ઉપલી અદાલત એ પળને જ થંભાવી દેત
લખાણ હશે નિયતિનું વિધાતાના ચોપડે
કાગળે ઊતરેલ દર્દ, વિષાદને જ થંભાવી દેત
ભ્રમ છે એવો ઘાયલ થવાથી પીડા જાય
કરત તું'હું'નો નશો તો આતમને જ થંભાવી દેત
મોડું પણ ચોક્કસ ઉગે જ સોનેરી કિરણ
તારી ગઝલના બોલ સૂરજને જ થંભાવી દેત
--Damyanti Ashani