Good morning ?
આપ સૌને નિયતીના જય શ્રી કૃષ્ણ ?
એક વાત,
આજકાલના ઘણાં છોકરાઓની દુનિયા ફક્ત મોબાઇલ અને કેટલાક ખાસ દોસ્તો વચ્ચે જ સીમિત થઈ થઈ ગયેલી જોવા મળે છે...કેમ? તો, કહે છે, કે એમના માબાપ એમને સમજતા જ નથી!
મને સાચું કહું તો આ જવાબ સાંભળી હસવું આવી જાય છે! જો છોકરાઓને એવું લાગતું હોય કે એમનાં માબાપ એમને સમજતાં જ નથી તો, એમણે શું કર્યું? ક્યારેય પાસે બેસીને એમને સમજાવવાનો પ્રયાસ કર્યો? જે રીતે એમના મિત્ર સાથે કોઈ વાતે મતભેદ હોય તો જરીકે મનભેદ રાખ્યા વગર એમને સમજાવે છે, તાર્કિક દલીલો કરે છે એમ કોઈવાર એમણે એમના પપ્પાને સમજાવવાની કોશિશ કરી?
જો, ના કરી હોય ને તો એકવાર, બેવાર કરી જોજો, ચમત્કારી પરિણામ મળશે!?
આ દુનિયામાં તમને જો કોઈ સૌથી વધારે પ્રેમ કરતા હશે ને તો એ છે તમારાં માતા પિતા! તમને ક્યારેક એમ થાય કે તમારી આસપાસના છોકરાઓના કપડાં, બાઈક કે મોબાઈલ તમારા કરતાં બહું મોંઘા છે, વધારે સારા છે ત્યારે પોતાના નસીબને ગરીબના ઘરે જનમ લેવા પર કોશતા નહિ પણ ગર્વ કરજો કે, તમારા માબાપ પેટે પાટા બાંધીને તમને ભણાવી રહ્યા છે! એમની હેસિયત બહારનો ખર્ચ કરી રહ્યા છે, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટ! કાલે જ્યારે તમારા સંતાનો મોટા થાય ત્યારે તમે એમને એ બધું જ આપી શકો જે હાલ તમારા માબાપ નથી આપી શકતાં, એના માટે!
છોકરાઓને વઢીને માંડ કૉલેજ મોકલતા, ભણવા માટે દબાણ કરતા, એમની નાતની સારી છોકરી (તમે પોતે ક્યારેય ના પટાવી શક્યા હોય એવી ?)શોધી એમના લગ્ન કરાવી આપનાર માબાપની આખરે ઈચ્છા શું હોય છે? શા માટે એ લોકો આ બધું કરે છે? તમે તમારી જિંદગીમાં આરામથી રહી શકો એટલે જ ને! નોકરી મળ્યા પછી તમે મોટા શહેરમાં ચાલ્યા જાઓ કે નસીબ જોર કરતું હોય તો વિદેશમાં જઈને રહો, તોય તમારા માબાપ તો તમારા પર ગર્વ જ કરવાના. એ ક્યારેય તમને પ્રેમ કરવાનું બંધ નહીં કરે...
જ્યારે જ્યારે એમ લાગે કે આ ભણવાનું બહું કઠિન છે, ફાવતું નથી, આવડતું નથી, ગમતું નથી...ત્યારે એકવાર, બસ એકવાર તમારી જાતને તમારા પપ્પાની જગ્યાએ મૂકીને વિચારી જોજો! પચીસ વરસે તમારી પાસે નોકરી નથી તો એનું ટેન્શન તમારા જેટલું જ એમનેય હોય જ છે, જો એમના જીવનની કોઈ એક જ ઈચ્છા પૂરી થવાની હોય તો એ હશે તમારી સારી નોકરી!
તમારી જિંદગી એમના કરતાં તો સારી જ હશે અને છતાં ક્યાંય અટકો તો મેં જેમ આગળ કહ્યું એમ, એમની પાસે બેસી વાત કરજો, એકવાર, બેવાર...જ્યાં સુંધી એ તમને સંતોષકારક જવાબ ના આપે એટલી વાર! આખરે એ તમારા બાપા છે તો એય તમારા જેવા જ જિદ્દી હશે ને...? પણ એમની લાગણી તમારા ઉપર જરાય ઓછી નહિ જ હોય...????
©નિયતી કાપડિયા.