હું કેમ કરીને તને સમજાવું,
પ્રીત કરી છે મેં તે કેમ જણાવું...
પરોવી લીધો તને પારિજાતમાં,
ઈચ્છું છું તું મહેકી ઊઠે મારી જાતમાં...
જીવું છું તને સ્વપ્નમાં લઈ સાથે,
ઈચ્છું છું બસ તને હકીકતમાં સાથે...
નદી બની છે પાગલ આ સાગરને મળવા,
ઈચ્છું છું બનું પાગલ તને દિલથી મળવા..
જેમ સૂર્ય અને ચંદ્ર ઊગે ને આથમે,
ઈચ્છું છું દિવસ-રાત મારા વહે તારી સાથે..
મુજ વદન પર આવે તારી પ્રિતનો અણસાર,
ઈચ્છું છું તારી પ્રિત જ બને મારી જીંદગીનો
આધાર...