શ્ર્વાન માટે લાડું
વારે તહેવારે આપણે ત્યાં પૂણ્ય કરવાની પ્રથાઓ છે. એવામાં ઉત્તરાયણ વખતે કૂતરાં માટે ઠેકઠેકાણે અને સોસાયટીઓમાં લાડવાં બનાવાય છે.અને કોઈ પ્રાણી માટેની સેવા હોય તો બધાં લોકો એમાં જોડાતાં હોય છે. અને તે આવકારદાયક પણ છે.
બેશક જે પ્રાણી પ્રેમી હોય એને તો ઉત્તરાયણની જરૂર નથી હોતી કારણ કે તેઓ તો હંમેશા દરેક પ્રાણીમાત્ર માટે તત્પર હોય છે. સવાલ એ છે કે સંસ્કૃતિ જો એટલું શીખવતી હોય કે પ્રાણીઓની મદદ એ આપણી ખુદની મદદ છે. તો પછી ગલી મહોલ્લે આમ દિવસોમાં કૂતરાંઓને હેરાન કરવાવાળા અને બેરહેમીથી મારવાંવાળાઓની તાદાદ ખુબ વધારે કેમ હોય છે? શું કામ રખડતી ગાયોના કોઈ રણીધણી નથી હોતું?શું કામ નિર્દોષ ગાયોને અસહ્ય માર મારીને ઘાયલ અવસ્થામાં જ છોડી મૂકીને એમને તડપવાં દેવામાં આવે છે? શું સંસ્કૃતિ વ્રત તહેવારોમાં જ સેવાના પાઠ શીખવે છે?
પણ એટલી જરૂર ખબર છે કે લાડું જે કોઈ લોકો બનાવે છે તેમાંથી તો કોઈ હિંસા નથી કરતાં.ભલે વર્ષમાં એકવાર તો એકવાર પણ પ્રાણીઓની મદદ કરે છે અને એમને રંજાડતા લોકોને સંદેશો પાઠવે છે.
ભારતીય સંસ્કૃતિ હંમેશા બીજાનાં દુ:ખ દુર કરતી આવી છે અને કરતી રહેશે.
વંદે માતરમ
-વિશાલ દંતાણી