પોતાના "જીવનસાથી" ને સાચા દિલ થી પ઼ેમ કરતા હોય તે ખાસ પુરો મેસેજ વાંચે દરેક પતિ-પત્નિએ વાંચવા લાયક
"હૂ નહિ હોવ"
દરેક પતિ-પત્નિએ વાંચવા લાયક લેખ.
તું શોધીશ મને ચારે બાજુ,
ભટકીશ ખૂણે ખૂણે પણ
દુનિયાના કોઈપણ ખૂણે હું નહિ હોઉં.
તું ઈચ્છીશ હું તારી સાથે રહું,
રાત્રે પડખું ફેરવીશ ત્યારે તારા પડખામાં હું નહિ હોઉં.
તને લાગશે વાસણનો અવાજ થયો
તું કહીશ “જરા ધીરે રહીને કામ કર”, ત્યારે
કૃત્રિમ ગુસ્સામાં તને પ્રત્યુત્તર દેવા હું નહિ હોઉં.
તું થાકીને ઘરે આવીશ,
સોફા પર ઢળી જઈશ, ત્યારે
અદરખ અને એલચી વાળી
કડક મીઠી ચા બનાવવા હું રસોડામાં નહિ હોઉં.
તને ઓફિસનો ગુસ્સો હશે અને
ગુસ્સો ક્યાંક ઠાલવવો હશે,
વગર વાંકે તારો ગુસ્સો ગળી જવા હું હાજર નહિ હોઉં.
તું ફરવા જવાનું પ્લાન કરીશ અને
ઓફીસમાંજ વ્યસ્ત થઇ જઈશ, ત્યારે
તૈયાર થઈને તારી રોહ જોઈને બેસેલી હું ઘરમાં નહિ હોઉં.
ટુવાલ વગર ન્હાવા જવાની તારી આદત છે,
તું બાથરૂમમાંથી બરાડા પાડીશ,
ટુવાલના બહાને હાથ પકડવાની મીઠી ચેષ્ટામાં
મનોમન રોમાંચિત થવા હું નહિ હોઉં.
તને વાતો કરવી હશે ઘણી,
સુખની, દુઃખની, પ્રેમની,લાગણીની,
તારી લાગણીઓમાં તારી સાથે વહી જવા હું નહિ હોઉં.
તને ભૂખ લાગશે અને બેચેન બની જઈશ,
ગરમ – ગરમ કોળીયા મોઢામાં મુકીશ,
એ વખતે તને ટોકવા ડાઈનીંગટેબલ પર હું નહિ હોઉં.
તારી આસ પાસ ચોપાસ આખી દુનિયા હશે,
એ દુનિયામાં તારી પાછળ ખોવાઈ જવા હું નહિ હોઉં.
અંતે કદાચ એવું થશે
તું મને યાદ કરવાની કોશિશ કરીશ,
મારી વાતો વાગોળવા મથામણ કરીશ, પણ
કદાચ એ સમયે તારી “યાદમાં હું નહિ હોઉ.
ક્રિયાના મૃત્યુના એક મહિના પછી
બેડરૂમમાંથી સામાન ખસેડતી વખતે
પ્રિયાંક, ક્રિયાની ડાયરીમાં પડેલો લેટર
ભીની આંખે વાંચી રહ્યો હતો.
તક, વસ્તુ, વ્યક્તિ કે સમય
મોટેભાગે જ્યારે હાથમાંથી નીકળી જાય ત્યારેજ આપણને તેની કદર, તેની જરૂરીયાત, તેની ખોટ વર્તાય છે.
ત્યાં સુધી આપણે તેનું મહત્ત્વ સમજી નથી શકતા.
વસ્તુની ખોટ કદાચ હજી પૂરી શકાય,
તક કદાચ ફરીથી મેળવી શકાય, પણ
કોઈ પ્રિય વ્યક્તિની ખોટ આજીવન નથી પુરાતી.
આપણું પ્રિયપાત્ર જ્યારે આપણી સાથે ન હોય ત્યારે
ઘણું એવું યાદ આવે છે
જે આપણે તેને કહેવા ઈચ્છતા હતા,
ઘણી એવી ક્ષણો યાદ આવે છે જે આપણે
તેની સાથે ગાળવાના, માણવાના સપના સેવ્યા હતા.
પરંતુ તેની હાજરીમાં “હજી તો ઘણો સમય છે.” એવું વિચારીને, પોતાના મનને કે સામેના પાત્રને મનાવીને આપણે એ સમય ગુમાવી દઈએ છીએ.
હિન્દીમાં ખૂબ જ સરસ વાક્ય છે કે कल किसने देखा ? પણ આપણે જાણે ભવિષ્ય વેત્તા હોઈએ તેમ
ભવિષ્યનું પ્લાનિંગ કરીએ છીએ.
જેની પાછળ આપણું વર્તમાન અને પ્રિયપાત્રનું વર્તમાન, તેની હુંફ, તેની ઈચ્છાઓ, આપણી ઈચ્છાઓ,
મૌનમાં દબાયેલી અપેક્ષાઓ જેવું ઘણું ગુમાવી દઈએ છીએ, વેડફી દઈએ છીએ.
કદાચ એવું ન કરતા
આપણે વર્તમાનમાં જ જીવવાનું શીખી જઈએ તો ?
કાલે જેને સમય આપવાનું વિચારીએ છીએ તેને
આજે જ સમય આપીએ તો ?
જે લાગણીઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ
કાલ માટે સાચવીને, દબાવીને, ગૂંગળાવીને રાખી છે
તેને આજે જ વહેતી કરીએ તો ? કેવું સારું થાય નહિ ?
એક વખત વિચાર જરૂર કરજો.??
તારી સાથે?❤?