#AJAnand
#Today 'sCityLifeNews
#AJઅર્પિતરાઠોડ
એપ્લિકેશનજોકીનો કોન્સેપ્ટ તદ્દન નવો છેઅને ગુજરાતમાં પ્રથમવાર તેનું ઇમ્પ્લીમેન્ટેશન કરવામાં આવ્યું છે. જ્યાં જાણીતા સાહિત્યકારોની કૃતિઓને યંગજનરેશન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેથી યંગજનરેશન પણ ઉત્તમ સાહિત્યથી પરિચિત થાય. એપ્લિકેશનજોકીનો કન્સેપ્ટ હજુ થોડાસમય પહેલા જ આવ્યો છે તેમછતાં ઘણાલોકો સુધી અમે અમારીવાતને પહોંચાડી શક્યા છીએ.
#AJઆનંદઠાકોર
૫ થી ૬ મિનિટના વિડીયોના અંતે જ્યારે લોકો કોમેન્ટ સેક્શનમાં સવાલો પૂછવાનું શરૂ કરે છે, ત્યારે તેમાંથી એક નવીરચના ઉદ્દભવતી હોય છે. અઠવાડિયામાં દરેક AJ નો ઇન્ડિવિઝ્યુઅલ વીડિયોશૂટ કરવામાં આવતો હોય છે જેના માટે સ્ક્રીપ્ટ રેડી હોય છે, જે સ્ક્રીપ્ટને AJ પોતાની રીતે રજૂ કરતો હોય છે. આ પ્રયાસ ગુજરાતી સાહિત્યને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે જેનો અત્યાર સુધી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
#AJદેવાંશીમહેતા
એપ્લિકેશનજોકીમાં વોઇસટુવોઇસ અને ફેસટુફેસ કન્વઝેર્શન નથી થતી. એક વીડિયોશૂટ કરીને એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવે છે. જોકે આ પદ્ધતિ RJઅનેVJ કરતા ઘણી સિમિલર છે પણ અહીં અમે લોકોસાથે લાઈવ વાતચીત નથી કરતા. લોકો જ્યારે વીડિયો જુએ છે ત્યારે તેમની સાથે કોમેન્ટ સેક્શનમાં વાતચીત કરીને તેમને મૂંઝવતા પ્રશ્નોનુંનિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
#AJજૈનીશાહ
એપ્લિકેશનજોકી દ્વારા અમે વધુમાંવધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યાં અમે દેશમાં ચાલી રહેલ પરિસ્થિતિ,મોટિવેશન,ઈમોશનલવ્યવહારનીવાતો એકવીડિયોના માધ્યમ દ્વારા કરીએ છીએ અને જેને જોઈને લોકો દિવસ દરમિયાન તે વીડિયોના કન્ટેન્ટની ચર્ચા કરતા રહે તે મુખ્ય ઉદ્દેશ રાખ્યો છે. અમારા કામને જોઈને ઘણાલોકોએ AJ બનવાની ઈચ્છા પણ દર્શાવી છે.
#AJઐશ્વર્યાઆચાર્ય
એપ્લિકેશનજોકી દ્વારા અમે લોકોમાં ઈન્ટરેક્શન હેબિટ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. થોડા સમયમાં જે અમને રિસ્પોન્સ મળ્યો છે, તેને જોતા ઘણી એવી ઓડિયન્સ પણ મળી છે, જે પહેલાં ફક્ત વાંચવામાં ફોકસ કરતા હતા તેઓ હવે લખતા થયા છે. એપ્લિકેશનજોકી એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ઇન્ફોર્મેટીવ,મોટીવેશનલ અને કોઈ ખાસ દિવસ હોય તો તે દિવસના મહત્વ વિશેની વાતો શેર કરતા હોઈએ છીએ.
#Founderમનોજશર્મા 'માતૃભારતી'
ગુજરાતીસાહિત્યને વાંચવાનોરસ લોકોમાં ઉદ્દભવે તે અર્થે અમે 'માતૃભારતી'એપ્લિકેશનની શરૂઆત કરી હતી. જ્યાં ગુજરાતી,હિન્દી,અંગ્રેજી,મરાઠી જેવી ભાષાઓના સાહિત્યના પુસ્તકોઓનલાઈન વાંચી શકાય છે. અત્યારસુધી લાખો લોકોએ વિવિધ સાહિત્યની સામગ્રી માતૃભારતી પરથી ડાઉનલોડ કરી છે. પણ ગુજરાતીસાહિત્યને વધારે લોકો સુધી પહોંચાડી શકાય તે અર્થે એપ્લિકેશન જોકીનો એક્સપેરિમેન્ટલ પ્રયાસ કરવાની શરૂઆત કરી હતી. જેમાં ટૂંકસમયમાં લોકોનો ઘણોસારો પ્રતિસાદ મળ્યો છે. અમારી સાથે જોડાયેલા એપ્લિકેશનજોકી પોતાના ભણતરની સાથે સાહિત્ય સાથે જોડાયેલી આ કામગીરીમાં જોડાયા છે. જ્યાં અઠવાડિયાદરમિયાન સવાર અને સાંજે નક્કી કરેલા AJ વીડિયો દ્વારા પોતાની વાત રજૂ કરે છે અને વીડિયોના કોમેન્ટસેક્શનમાં વ્યુઅર્સ સાથે વાતચીત કરે છે.
:- માતૃભારતીનાએપ્લિકેશનજોકીના કામને લોકો વખાણી રહ્યા છે. AJને હવે એક નવા જોબ ઓપ્શન તરીકે યંગસ્ટર્સ જોઈ રહ્યા છે.
#
આજનાન્યૂઝપેપરમાં આવેલા આન્યૂઝ મેં તો બહુ વાર વાંચ્યા પણ તમે વાંચ્યા કે નય? આજની સવાર આ ન્યૂઝ સાથે કઈંક અલગ જ લાગી. જાણી તનમનમાં નવો ઉમંગ જોશ ખુશીઓ ભરી ગઈ. ઘણા લોકો આનાથી અજાણ હશે. જે રોજ ન્યૂઝપેપર નય વાંચતા હોય તે અને જેમના ત્યાં આન્યૂઝપેપર નય આવતું હોય તે પણ. એટલે થયુંકે અહીંપોસ્ટ થકી આ ખુશખબર આપ સુધી પહોંચાડી શકું. મને તો આ ન્યૂઝ ખૂબ જ ગમ્યા. આ ન્યૂઝે એક જૂની યાદ તાજી કરી દીધી, સ્કૂલ ટાઈમે બેસ્ટ NCC કેડેટ એન્ડ રાઇફલ શૂટિંગ વખતે ન્યૂઝમાં નામ આવ્યું હતું. એટલી જ ખુશી આજે મને માતૃભારતી વિશે ના ન્યૂઝ વાંચીને થઈ. તમને કેવું લાગ્યું એ અમારી સાથે જરૂર શેર કરો.
#સાંઈસુમિરન ....