જો તું કરે શોધવાનો પ્રયત્ન
તો
હું તારે હાથવેંત છું
હું ક્યાંક આસપાસ છું,
જો તું કરે હૃદય થી સ્મરણ
તો
હું તારી નઝર માં કૈદ છું
હું ક્યાંક આસપાસ છું,
જો તું કરે શબ્દો થી મારુ રેખાંકન
તો
હું તારી કલામ નો અવાજ છું
હું ક્યાંક આસપાસ છું,
જો તું લે હોઠે થી મારુ નામ
તો
હું તારા હૃદય નો ધબકાર છું
હું ક્યાંક આસપાસ છું,
જો તું બનાવે મને તારી હાથ ની રેખા
તો
હું તારી કિસ્મત નો તારણહાર છું
હું ક્યાંક આસપાસ છું,
જો તું કરે વર્તમાન માં મારુ નિરૂપણ
તો
હું તારા ભવિષ્ય નું ભવ્ય સ્વપ્ન છું
હું ક્યાંક આસપાસ છું...
#AD