મા ભોમ નો શ્વાસ રૂંધાય છે..!!
નેતાઓ ફરજ ભૂલી પ્રજાના પૈસે
તાગડધિન્ના કરતા જાય છે,
પ્રજા પણ લોન માફીના ખેલમાં
નેતાઓ સાથે જોડાય છે,
આ જોઈ મા ભોમનો શ્વાસ રૂંધાય છે..!!
પોલીસ ખાતું કાનૂન ભૂલી ખાયકીનો
પર્યાય બનતું જાય છે,
આઈએસ, આઇપીએસ અધિકારીઓ પણ અનીતિના માર્ગે ચાલ્યા જાય છે,
આ જોઈ મા ભોમનો શ્વાસ રૂંધાય છે..!!
વકીલો વકીલાતનો ધર્મ ભૂલી રૂપિયા માટે
અધર્મ આચરતા જાય છે,
જજો પણ રૂપિયા માટે ખોટા નિર્ણયો
આપતા જાય છે,
આ જોઈ મા ભોમનો શ્વાસ રૂંધાય છે..!!
ખનન માફિયાઓ દેશનું હિત ભૂલી
મા ભોમની છાતી ચિરતા જાય છે,
મીડિયા પણ આ બધું જાણી
રૂપિયાના જોરે ચૂપ થઈ જાય છે,
આ જોઈ મા ભોમનો શ્વાસ રૂંધાય છે..!!
લેખકો શબ્દોનો સાર ભુલી
મનોરંજન કરાવતા જાય છે,
વાચકો એની વાહવાહીમાં જીવનમાં
ઉતારવાનું ભૂલતા જાય છે,
આ જોઈ મા ભોમનો શ્વાસ રૂંધાય છે..!!
આવી વાતો મનમાં આવતા મન
વિચલિત થઈ જાય છે,
સાચા ખોટા ના આ ખેલમાં
ખોટાની જીત થતી જાય છે,
આ જોઈ મા ભોમ નો શ્વાસ રૂંધાય છે..!!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...