#AJ
*બારણું મારા હૃદયનું...*
કરી બેઠી હું બંધ ' બારણું ' હૃદયનું,
હવે એ અતિથિને આવકાર નહીં !
સમાજની બીકે ના અપનાવી શક્યો,
હવે એ અતિથિને સન્માન નહીં !
કાંટાળા પથ પર આમ અટૂલી મૂકી,
હવે એ અતિથિ પર વિશ્વાસ નહીં !
કેટલું કઠોર થઈ પડે ! જીવવું એકલું,
એ નાસમજ ને એટલી સમજ નહીં !
ધૃણા થઈ ગઈ છે, પ્રેમ શબ્દથી મને!
આમ જીવવાનો કોઈ અર્થ નહિ !
હમદર્દી સારી !
પણ હવે કોઈ ' બારણું ' ના ખખડાવો,
ખુલશે નહીં, આ ભૂલ ફરીવાર નહિ !
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*