બરાબર રાત્રિના ૧૨:૦૦ વાગવા આવ્યા હતા, ત્યાં જ ફરીફરી અંદરના ઓરડામાંથી છેલ્લા ચારેક મહિનાથી બિમાર બાપુજીના કણસવાની છેલ્લી બૂમ સંભળાઈ....ખૂબ લાડકોડથી ઉછારેલા એકના એક દીકરા શ્રવણે અંદરથી આવેલા કણસવાના અવાજ તરફ દુર્લક્ષ સેવી મોબાઈલમાં બધા ફ્રેન્ડસને "હેપ્પી ન્યુ યર" વીશ કર્યું....જૂનું બધું પૂરું થઈ ગયું...!!
(ડૉ.સાગર અજમેરી રચિત માઈક્રોફિક્શન સ્ટોરીઝ....ટૂંક સમયમાં માતૃભારતી પર)