જૂની પસ્તી
બાપુજીના અવસાનને એક અઠવાડિયું વીત્યું. તેમનો ઓરડો સાફ કરતા ઘણાબધા ધાર્મિક અને સાહિત્યના પુસ્તકો મળ્યા. આ મહિને જૂની પસ્તીના ઘણાં રુપિયા આવશે અને ઘરમાંથી જૂની નકામી પસ્તી પણ ગઇ તે વિચારે ગૌરવે મનોમન સ્મિત કર્યું.
(ડૉ.સાગર અજમેરી રચિત માઈક્રોફિક્શન સ્ટોરીઝ "સ્પર્શ" માંથી...)