હું કેમ બનું કોઈનો પડછાયો...
હું કેમ બનું કોઈનો પડછાયો..!?
બનું મારા જ અસ્તિત્વની મહોતાજ..!!
મારી શક્તિને ખુદ પીછાણું,
અને કરું એ મુજબ વ્યવહાર..!!
હું કેમ બનું કોઈનો પડછાયો..!?
બનું મારી જ દૃષ્ટિની મહોતાજ..!!
મારી આંખે જ દુનિયા જોવું,
અને એમ જ મુલવું એને લગાતાર..!!
હું કેમ બનું કોઈનો પડછાયો..!?
બનું મારા જ અવાજની મહોતાજ..!!
મારા જ અંતર આત્મા ને સાંભળું,
અને એને જ અનુસરું વારંવાર..!!
હું કેમ બનું કોઈનો પડછાયો..!?
બનું મારા જ શબ્દોની મહોતાજ..!!
માર જ મુખની વાણી ને બોલું,
અને એને જ સન્માનું સર્વદા..!!
હું કેમ બનું કોઈનો પડછાયો..!?
બનું મારા જ શરીર નો પડછાયો
મારા જ કદમો પર ચાલુ,
અને શોધું નવી રાહ હરબાર..!!
તોય બની ને રહી ગઈ "હું"પડછાયો,
ક્યારેક માબાપ, પતિ કે દીકરાનો..!!
દબાવી મારા જ દિલનો અવાજ,
લીધો છે જો આ સ્ત્રી અવતાર..!!