પડછાયો
હું અને મારો સાથી સમાન પડછાયો;
મારી ભિતર છુપાયેલ છતાં ન ઓળખાયો !
સાતે પ્રહર આકાર એનો બદલાયો !
જોઈ હું મનોમન થોડો ગભરાયો !
તેજ તિમિર ની સાપસીડીમાં એ અટવાયો !
પ્રશ્ર્ન થાય કે શું મારા કારણે જ એ ફસાયો ?
અસ્તિત્વ એનું મારા થકી એ વિચારી હું
ગુમાનમાં ફુલ્યો!
સ્વામિત્વ એના પર મારું , સમજી હું
ભાન ભુલ્યો !
પકડવા એને હું કંઈ કેટલાય જન્મોથી દોડ્યો !
છેવટે હું એને મારા સ્વરૂપમાં જોઈ હરખાયો !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?