*જ્ઞાન*
પરબ્રહ્મનો અંશ "હું"
એ બતાવતા જવું છે,
પરમાત્મામાં લીન થઈ
સર્વસ્વ મેળવી લેવું છે..!!
મારે અવિનાશી આત્મા
બની ને જીવી જવું છે,
આ ‘સ્વ ‘ જ્ઞાન થકી જ
ઉચ્ચ શિખર પર જવું છે..!!
આ જિંદગીના સફરમાં
અજય બની જવું છે,
સમયને ચક્રવ્યૂહમાં ફસાવી
‘સ્વ ‘ જ્ઞાની થઈ જવું છે..!!
અંત "હું"...આરંભ "હું"
એ જણાવતા જવું છે,
અજ્ઞાનતા ના વાડા તોડી
પરમ જ્ઞાન તરફ દોરાવું છે..!!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...