હિંચકો
હિંચકે ઝૂલી હું કેવી હરખાતી ;
પવન સંગાથે અલકમલકની વાતો કરતી ;
એના લયમાં મારો લય ભેળવી,
સુરીલા ગીતો દિલ ખોલીને હું ગણગણતી !
એની ગતિ સંગ મારા વિચારો ઉમેરી
કાગળ પર એને અક્ષર રુપે હું ઉતારતી !
એના સંગાથે થઈને હળવી
મારું એકાંત મનભરીને હું માણતી !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?