closing year 2018
જો આ અઢાર પક્ષી જાય છે...
અઢાર જાય છે....
2018 જાય છે?....
હવે હાથમાં નહિં આવે....
ઉડતા પક્ષી કે વહેતો સમય...
બસ જાય છે...
કરેલા કર્મોની સ્થુળતા આકાશે ઓગળી જાય છે....
એની અસરો સુક્ષ્મ થઇ સાથે રહી
જાય છે.....
ન કરેલા કર્મો સ્થુળ થતાં જાય છે....
આમ જુઓ તો આજની ઘડી
આજનો દિવસ જ જીવાય છે...
ગઇકાલ ને આવતીકાલ ફકત શબ્દોમાં રહી જાય છે....
આપણે તો ભ્રમિત જ રહ્યાં આજે પણ 'ભ્રમિત',
આ તો ફકત તારીખયું બદલાય છે....?
(ફોટો-ભરત)