શ્રદ્ધા... એક સંદેશ
શ્રદ્ધાના નામે કપટ રચાવી,
કોઈનો સંસાર ઉજાડ મા..!
અંધશ્રદ્ધાના ચક્રવ્યૂહમાં ફસાવી,
ભોળા માનવીને ભરમાવ મા..!
શ્રદ્ધાના નામનું આવરણ ચડાવી,
મૂંગા પ્રાણીઓને માર મા..!
અંધશ્રદ્ધાનો ફેલાવો કરી,
બલિના નામે તરકટ રચાવ મા..!
શ્રદ્ધાના નામે ધતિંગ ચલાવી,
લોકોને પંથ સંપ્રદાયમાં વહેંચ મા..!
ધર્મના નામે ધંધા ચલાવી,
લોકોને સાચા ધર્મથી પર કર મા..!
રે...માનવ,
શ્રદ્ધાને ભર તું પ્રારબ્ધ માં,
રાખ તારા જીવન સંઘર્ષ માં,
મોક્ષતા તને વરિને જ રહેશે,
આ જીવનના અનંત ચક્ર માં.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...