માધવ
તારી મુરલીનાં સૂર હવે તો છેડ, માધવ ;
તારી યાદમાં ખોવાયેલી હું , જાગું !
તારાં રાસની રમઝટ હવે તો બોલાવ, માધવ;
તારાં આગમનની રાહ જોતી હું, નાચું !
તારાં ગીતો નું ગુંજન હવે તો સંભળાવ ,માધવ;
તારાં વિરહમાં પળ પળ તડપતી હું , ગાઉં !
તારી એક ઝલક હવે તો દેખાડ , માધવ;
તને સપના માં જ મળતી હું, તૃપ્ત થાઉં !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?