કોઇને જમાડવા જેવું બીજુ કોઇ સારું કામ નથી ને તે પણ ગરીબ ને ભિખારીઓને જમાડો તો તેના જેવું કોઇ પુણ્ય નથી...
આજે લોકો પાસે પૈસો ઘણો જ છે પણ કોઇ પણ દાન કે સેવાના કામોનું વિચારતા નથી
બસ બે ના ચાર કેમ કરીને થાય ને ચારના આઠ પણ કેમ કરીને થાય..બસ લોકો પૈસો કમાઇને ભેગા કરવામાં જ પડયા છે.
પણ દરેક આવા નથી હોતા ઘણા ઉદાર દિલ વાળા પણ હોયછે કે તેઓ પૈસા કમાઇ પણ જાણે છે ને લોકો પાછળ વાપરી પણ જાણે છે
વડોદરાના આ નર્મદાબેન જે એંસી વરસના છે તે સવારે ચાર વાગે ઉઠીને બસો જણની રસોઇ બનાવે છે ને પછી સવારે તેમના ટેમ્પો લઇને નીકળી પડે છે કે જયાં ગરીબ લોકોનો વાસ હોય..
ત્યાં જઇને એક સાઇડે તેમનો ટેમ્પો ઉભો રાખે છે ને પછી ટેમ્પાનો હોર્ન મારીને લોકોને જમવાનું લેવા બોલાવે છે.
ટેમ્પાનો હોર્ન સાંભળીને બધા પોતાના ઘેરથી થાળી ને વાડકી લઇને ટેમ્પાની આગળ લાઇનમાં ઉભા રહેછે પછી જેમ નંબર આવતો જાય તેમ તેમ લોકો પોતાનું જમવાનું લઇને ખુશી ઘેર જતા હોયછે આમ નર્મદાબેનને આવી સેવા કરવાનો ઘણો જ આનંદ મળતો હોયછે.
આ ક્રિયા તેમની દરરોજની છે ને તે ખુશીથી કહેતા હોયછે કે ભગવાને મને ઘણું જ આપ્યુ છે તો ભેગું કરીને શું મારે ઉપર લઇ જવાનું છે! બસ આ જ તેમનો સાચો ધર્મ છે તેમ તેઓ કહેછે....
જમો પણ કોઇને પહેલા જમાડીને...જમો.
એજ સાચું સુખ ને સાચો આનંદ છે આ જીવનમાં.