હાઈકુ
વિષય : પાદર
કરે વિરહ
પાદર નો ચોતરો;
વસ્તી શહેરે !
"****
પાદર સાક્ષી
અનેક પેઢીઓનો;
વડીલ સમ !
******"
જુઓ પાદર
ટહૂકે આજ ; પિયુ
મિલન ઘડી !
*****"***
ઢોલ મંજીરા
તાલે ઝૂમે પાદર,
ભજન સંધ્યા !
"*****"
પાદર રમે
સંતાકૂકડી ,બાળ
ગોપાળ સંગ !
**""""""****
વડ પીપળો
સાથી પાદર કેરાં
તડકો - છાયા !
**"""***
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?