ચાલ મળીને એક ધગધગતું તાપણું સળગાવીએ
ઠરી ગયેલા શબ્દો માં કુણી લાગણીઓ ભડકાવીએ
તું અહમ રૂપી લાકડા સળગાવ
હું વહેમ રૂપી ફૂંક ને બાળું
ઉષ્મા ભર્યા વાતાવરણ માં જાત ને શેકીયે
કંકાસ ના કવચ કુંડળ કાઢીને ફેકીયે
આકાશે ઉઠતી ધુમાડા ની સેર માં જુદાઈ ને વળાવીએ
મિલન નાં મીઠા તણખાઓ ને ગળે લગાડીએ
ચાલ બધું ભૂલી ને એક તાપણું સળગાવીએ
થર થર ધ્રુજતી આ ઠંડી માં અનોખો તેહવાર મનાવીએ ...!!