આભાર @દિનેશભાઈ.. ?
હું તો એક પથ્થર જ હતો સાહેબ,
પણ એતો પાક્કી શિલ્પકાર નિકળી.
તીખી નજરો ના તિર ચલાવ્યા એણે,
મનગમતો આકાર મુજને આપી ગઈ.
કહેવાયછે બેજાન પત્થરમાં પ્રાણ નથી હોતા,
વારે વારે સ્પર્શી મને શ્વાસ આપી ગઈ.
મારું તો એમ પણ ક્યાં કોઈ મુલ્ય હતું સાહેબ,
એક નજર પારખી એની કિંમત કરી ગઈ.
આ પ્રેમ પણ અમથો ક્યાં કોઈ ને મળે છે,
મને મળ્યો કિસ્મત મારી સાચ્ચે ચમકી ગઈ.