જગ ની રીત કદાચ ક્યારેય નહીં સમજાય,,,
તો ખુદ ની જીવવાની જીદ ને શુ કામ સમજોતા ની જેમ સ્વીકારવી...!!!
કંઈ પણ કરશું દુનિયા સ્વીકારશે કે કેમ એ તો અવિરત સવાલ જ રહી જવાનો..??
તો જીંદાદીલી ભર્યા જવાબ સાથે શુ કામ અન્યાય થવા દેવો .!!!
પરિવર્તન ની આ કળીઓ દુનિયા ને રોજ બદલાવે છે,,,
તો આપડા ચંચળ મન ને અને અદ્વિતિય હદય ને શું કામ આપડે એકસરખું બધા ને માફક આવે એમ જ રાખવુ..!!!
લોકો નું કામ હમેંશા સારું નરશું કહેવાનું જ છે,,,
તો પછી ખુદ ના મન અને દિલ ને એક અવિરત પડકાર સમો શુ કામ ના તૈયાર કરીએ..!!
નામી -બદનામી તો બદલાતી રહેતી ઘટનાઓ છે.
પણ જીવવાનો ઉમળકો જો એક વાર આવી ગયો તો એનો ચસકો બસ એક વ્યસન ની જેમ લાગી જ જવો જોઈએ...!!
-Hina modha.