દારુ પીવાથી લિવર ખરાબ થઈ જાયછે...
આ પંક્તિ એક ફિલ્મમાં અમિતાભ બચ્ચન તેના એક સંવાદમાં બોલે છે.
સાચી વાત છે કે દારુ પીવાથી આ થાયછે ને તે થાયછે. ખરેખર શરીર માટે તે એક ઝેર સમાન એક પીણું છે.
પણ કેટલા એવું સમજે છે! ઘણા જાણતા હોવા છતાં પણ દારુ છોડતા નથી! પીવે છે ને પછી મરે છે. એમ જ ને!
આજે હેલમેટ પહેર્યા વગર કેટલાય બાઇકો ચલાવનારા મરે છે. તે ઘણા જાણે છે કે હેલ્મેટ માથાના રક્ષણ માટે પહેરવું જરુરી છે. છતાંય લોકો પહેરતા નથી ને કમોતે મરે છે.
તો આના માટે શું કરવાનું! કંઇ નહિ જેને દારુ પીવો હોય એને પીવા દેવાનો ને જેને હેલ્મેટ નથી પહેરવું એને કોઇ દબાણ કરવાનું નહી. જે થાય તે પોતે ભોગવે..આટલું જો કહેવાથી પણ માણસ ના સમજતો હોય તો તેને જે મનફાવે તે કરવા દેવું જોઇએ.
આજે ગુજરાતમાં દારુબંધી છે. જો પીતા પકડાઈ જઇએ તો સજા થઈ શકે છે. કારણકે આપણી સરકારનો આ કાયદો છે. પણ જો કોઇ જીવને કાપીને ખવાય તેને માટે કોઇ કાયદો નથી. પછી તમે ચિકન ખાવ કે મટન ખાવ કે મચ્છી ખાવ બધું જ ખવાય.નાનું કાપો કે મોટું કાપો કોણ પૂછનાર છે! પણ જો દારૂ પીને પકડાયા તો ગયા જેલમાં!
શું આ વ્યાજબી છે! શું દારૂમાં જીવ છે! એ તો એક જાતનું પાણી છે. જરા સરખો તેમાં આલ્કોહોલ હોયછે. જેથી પીનારાને જરાક તેનો નશો રહેછે.
હા, એક વાત સાચી છે કે દારૂ પીને ડ્રાઇવીંગ ના કરી શકાય. તેને માટે જે કાયદો છે વ્યાજબી છે. પણ જો માણસ જરાક ચિંતામાં હોય કે કોઇ પણ નાનું મોટું દુ:ખ હોય ને તે જરાક ભુલવા માટે કે રાત્રે તેનાથી થોડીક ઉંઘ સારી મળે તે હેતુથી પીવે તો તે શું એ તેને ગુનો કર્યો કહેવાય!
બિલકુલ નહીં...કારણકે દારૂ એ એક નશીલું પીણું જ છે તે એવો કોઇ જ ગુનો કરતો નથી.
આજે પરદેશમાં જુઓ... દુનીયાનો કોઇ જ એવો દેશ નથી કે જયાં દારુબંધી હોય દરેક દેશમાં પાણીની જેમ દારૂ પીવાતો હોયછે.
આજે નાના મોટા કે છોકરા છોકરીઓ દરેક જણ મુક્ત મને દારૂ પીતા હોયછે.
હવે સરકારને જે કારણ યોગ્ય હશે તે માટે દારુબંધી કરી હશે પણ મારુ માનવું એ કે દારુની થોડી ઘણી છુટછાટ આપવી જોઇએ કારણકે તે કોઇ જીવનું મારણ જેવું તો નથી જ...