પાન વચ્ચે છુપાઈ
થપ્પો રમતાં બોર છે ...
ભાત નવલી રંગોની
લીલાં-પીળા બોર છે ...
ઠળિયો સંતાડી બેઠા
ભોળા લાગતા બોર છે..
પાણી લાવે મોઢામાં
ખાટાં-મીઠા બોર છે ...
બાળકોથી મોટા સુધી
સૌને ગમતાં બોર છે ...
નાનાં મળે ,મોટા મળે
ભાતભાતનાં બોર છે ...
શબરીએ ચાખ્યા હતાં
રામજી એ ખાધેલા બોર છે ...
ખાસ નોંધ =મને તો જરાય નહીં ભાવતા હો આ બોર ???