અધિકાર
હરિના હેતને પામવાનો છે સૌને અધિકાર ;
એની ભક્તિમાં લીન બનવા માટે જે તૈયાર !
પરમકૃપાળુ પરમાત્મા કરે સૌને સ્વિકાર ;
રાજા હો કે રંક , એને સૌની દરકાર !
દયાળુ દેવ ના આપણે સૌ સમાન હકદાર ;
એની કૃપા દૃષ્ટિ સમસ્ત જીવો માટે ઉપકાર !
ભગવાન નો ભવ્ય દરબાર છે આ સંસાર ;
એ જ બને સર્વ જીવાત્માનો તારણહાર !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?