દરિયામાં દેખાતી આ સબમરીન જેવી કોઇ ચીજ તે બીજું કંઇ નથી પણ દિવની પાસે આવેલી આ દરિયાઇ જેલ છે. જે ચારસો ને સિતેર વરસ જુની છે.
પહેલા જમાનામાં આ પ્રમાણે જેલો રહેતી હતી જેમ કે દરિયાની વચ્ચે, કાં તો કોઇ વેરાન જગ્યાએ, જેથી કોઇ કેદી સરળ રીતે ભાગી ના શકે. ને જો કોઇ ભાગવાનો પ્રયત્ન કરે તો બંદુકની એક ગોળીએ તેને મારી દેવામાં આવતો હતો.
પણ અત્યારે તો જગ્યાને અભાવે તેમજ એક માનવતાની નજરે જેલો શહેરની મધ્યમમાં જ હોયછે. અથવા શહેરની થોડેક જ દુર આવેલી હોયછે.
પણ જયારે આપણા દેશમાં અંગ્રેજો હતા ત્યારે તેઓ કેદીઓ સાથે ખુબજ ખરાબ વર્તન કરતા હતા, જાણે કોઇ માણસ પીંજરામાં પ્રાણીઓ સાથે કરતા હોયછે.
જુલ્મ, અત્યાચાર, માનસીક ત્રાસ, જેવી વેદનાઓ કરતા હતા. ત્યારે માણસની કોઇ જ કિમત ના હતી.
હાલ જેલમાં કેદીઓને સુધરવાના ઘણા જ પ્રયત્ન થતા હોયછે. તેમને કામની મજુરી પણ આપવામાં આવેછે. સમય સર બે ટાઇમ જમવાનું પણ આપવામાં આવેછે. પેરોલ ઉપર કેદી પોતાને ઘેર પણ અમુક રજાઓ લઇને પોતાના કુટુમ્બ સાથે રહી પણ શકે છે.
સારી ચાલચલત હોય તો તેને સજામાં ઘટાડો પણ કરવામાં આવેછે. વાર તહેવારો પણ જેલમાં ઉજવવાનો લાભ પણ મળે છે.
આજે જેલો પહેલાના જેવી હોતી નથી પણ તેમની સાથે એક કેદી નહી પણ એક માણસ જેવો વર્તાવ થાયછે.
આ દરિયાની અંદર આવેલી જેલમાં પહેલા ઘણા કેદીઓ રહેતા હતા પણ હવે ઘણા કેદીઓને આ જેલ, દુર તેમજ દરિયામાં હોવાથી તેનો નિભાવ ખર્ચ ઘણો આવતો હોવાથી હવે સરકાર બીજી નજીકની જેલોમાં તેઓને શિફ્ટ કરવામાં આવેછે. હાલ આ જેલમાં હાલ બસ ફકત એક જ કેદી પોતાની સજા કાપી રહ્યો છે. તેનો ગુનો એ છે કે તેને પોતાની પત્નીને ઝેર આપીને મારી નાખી હતી. તેથી તે તેની આ સજા આ જેલમાં ભોગવતો હોયછે. તેનો નિભાવ ખર્ચ દરરોજનો પચ્ચીસ હજાર રુપિયા થાયછે.તેથી
આ પણ કેદીને નજીકના સમયમાં બીજી જેલમાં શિફ્ટ કરાશે. હાલ તેની આ બાબતે વિચારણા ચાલી રહી છે.
આ છે અંગ્રેજોના સમયમાં બનેલી એક દરિયાઇ જેલ.