#AJanand
આનંદભાઈ તમે મારી આ રચનાને આપના સુંદર વિચારો થકી સમજાવો એ માટે આપને રિકવેસ્ટ કરું છું.
ભાવ...
દીદાર થયો તમારો જ્યારથી,
મન મારું ક્યાં કાબૂમાં રહે છે?
ઘડીક દૂર શું ગયા તમે મારાથી,
ફરી ફરી મળવાની જીદ કરે છે.
ઊડતા પતંગિયા જોઈ બાગમાં,
પાછળ દોડવાની હઠ કરે છે.
તો ક્યારેક, તારલિયા જોઈ આકાશે,
એને તોડવાની કોશિશ કરે છે.
કેવા કેવા ભાવ આ ' મન ' ના,
નિતનવા કેવા કેવા રંગ ધરે છે.
સીમિત હતો હું મિત્રતાની રેખામાં,
નામ આપી ' પ્રણય ' નું,
' મનમાં ' તું ભીતર ઘર કરે છે.
મિલન લાડ. વલસાડ.