જ્યાં જ્યાં મે દિલ આપ્યું,
ત્યાં ત્યાં થી મને દર્દ મળ્યો,
જયાં જયાં મે વિશ્વાસ કર્યો,
ત્યાં ત્યાં થી વિશ્વાસ તૂટતો દેખાયો,
જ્યાં જ્યાં મે લાગણીઓ લહેરાવી,
ત્યાં ત્યાં પવન ઓછો ફૂંકાયો,
જ્યાં જ્યાં મને પ્રેમ પરોસાયો,
ત્યાં ત્યાં તેમાં થી સ્વાદ ના આવ્યો,
જ્યાં જ્યાં મે દોસ્તી નો હાથ લંબાવ્યો,
ત્યાં ત્યાં દોસ્તી ની રેખા જ ભુસાતી ગય,
જ્યાં જ્યાં તેણે પગલાં પાડ્યા,
ત્યાં ત્યાં એ નિશાન રહી ગયા,
#વિચારમારો
#અમેવિશાલ