કોલેજ_પાસ_કરેલ_છોકરાને_પિતાનો_એક _પત્ર....
દુનિયા રંગબેરંગી છે
તું જાગ ઉઠ તારી પ્રતિક્ષા કરોડો લોકો કરી રહ્યા છે, તે તો હજી યુવાનીમાં જન્મ લીધો છે
તારે તારા જીવનમાં ઘણુ ંબધુ કરવાનું હજુ બાકી છે.
તને યાદ છે તું નાનો હતો ત્યારે તું કહેતો પપ્પા મારે ડોકટર બનવું છે.પણ,હુ ં તને કહેતો બેટા તારા દિલને ગમે તે કરજે તું ડોકટર બન કે ગમે તે કર પણ જો તુ ખુશ હશ તો હુ ંપણ ખુશ હશ.હવે તે સમય આવી ગયો છે.
જીંદગી નાની છે, તું તારા જીવનને વેડફી નહી દેતો મને ખબર છે તું મને અને તારી મમ્મીને કેટલો પ્રેમ કરે છે.આવો જ પ્રેમ તું એક દિવસ આખી દુનિયાને પણ કરીશ.
તું તારી જીંદગીનુ એક નવું જ સોપાન શરુ કરી રહ્યો છે. હા,હું એક શિક્ષક છુ મને પણ ખબર છે કે તુ અત્યાર સુધી ભણ્યો તે તારે કઈ કામ લાગવાનું નથી તું જે સ્કુલ કોલેજ શીખ્યો તે તો એકબીજા સાથે કેમ રહેવું મિત્રો સાથે કેમ હસીને રહેવું તે જ શીખ્યો છો હવે તારે જીરોથી શરુ કરવાનું છે,તારી સામે ઘણા પડકાર હશે.પણ તું ક્યારેય હાર નહી માનતો.
જીવન તો એક જુગાર છે કયારેક હાર તો કયારેક જીત થાય પણ તું કદાસ હારે તો બેસી નહી જતો તે હારની સામે લડજે,જે હારની સામે લડે છે એ જ કંઈક જીવનમાં મેળવે છે.
રહી વાત બીજી કે તારે જીવનમાં શું કરવુ છે તે તું જ નક્કી કરી શકે તારા મિત્ર પણ નહી અને હું અને તારી મમ્મી પણ નહી.
તું ખુબ રખડ તું જાણ કે તું તારા જીવનમાં શું કરવા માંગે છે, બીજા કહે તેમ નહી પણ તારુ દિલ કે તે કર જીંદગી તારી છે, તુ જ નક્કી કરી શકે કે હુ ંમારા જીવનમાં શું કરી શકીશ.
તારો ધ્યેય શું છે તે તું જાણી લે ત્યારે પછી તુ ંતેના પર જ ધ્યાન આપજે દુનીયાને જે કહેવુ હોય તે કે દુનીયા જાય ભાડમાં,
આલ્બટ આઈસ્ટાઈન,ડો.એ.પી.જે અબ્દુલ કલામને લોકો ગાંડા જ કહેતા તને પણ લોકો ગાંડો જ કહેશે પણ તું ડરતો નહી, તું તારા ધ્યેય પ્રત્યે તુ ગાંડો જ રહેજે.
એક દિવસ એવો આવશે કે લોકો એક ગાંડાને સલામ કરશે.દુનિયામાં જીવવાની આ જ રીત છે બીજી કોઈ રીત નથી. -પિતા/શિક્ષક
લી.કલ્પેશ દિયોરા✔️