પળ...
"જઈશ જો ક્યારેક દૂર તો આંસુ આંખોનું બની જઈશ,
ભૂલવા જશો કોક 'દી તો સંભારણું મીઠું બની જઈશ.
દોસ્તી નિભાવતા સંબંધ લાગણીના બાંધી ચુક્યો છું,
હ્રદયના દર્દ પર આલાપ પ્રેમનો રેડી જઈશ.
સમય ઓછો ને સફર ઘણી લાંબી છે દોસ્ત,
બસ એટલુંજ કેહવુ છે તને....!
જીવી લે બે પળ મઝાના મારી સાથ, શું ખબર !
રમતા રમતા ક્યારે હાથતાળી આપી જઈશ."
મિલન લાડ. વલસાડ.
-- રામ ભરવાડ