વિશ્વાસ
જીવન પ્રવાસ માં રહીશું સંગ,
પરસ્પર વિશ્વાસ માં;
આપીએ વચન એકમેકને ,
નૂતન જીવનની શરૂઆત માં.
સપ્તપદીના સાત ફેરા,
ફરીશું લઈને હાથ- હાથમાં;
સહજીવન જીવીશું સુમેળભર્યું,
સંકલ્પ કરી સાથમાં.
આવશે અવસરો ઘણા ,
પરિસ્થિતિ ન હોય કાબૂમાં;
વિશ્વાસ રાખીને પરસ્પર ,
ઝઝુમી લેશું સાથમાં .
આ વિશ્વાસ ની દોરી નાજુક,
તૂટી શકે એકજ વાત માં,
જતન કરશુ અેનું જીવનભર ,
રહીને એકમેકના પ્રેમમાં !
ડૉ.સેજલ દેસાઈ
સુરત.?
ગુજરાતી રસધારા સ્પર્ધા માં મારી રચના ને દ્વિતીય નંબર મળ્યો છે..