શું વાત કરુ હું તારી.....
ફક્ત જોઇને તારી સુરત કેમ થયો હું કાયલ?
બસ એક જ આશ તું મારી શું વાત કરુ હું તારી.....
કાર્યો મેં પ્રેમ અપાર તારી સીરત વિના નિહાળી
ઘડી એ ઘડી એ મૃત્યુ પામી શું વાત કરું હું તારી.....
આંખો ની ઊંડાઈ માં તારી ગળાડૂબ આત્મા મારી
જીવન મરણના ઝોલા વચ્ચે શું વાત કરુ હું તારી.....
મન મંદીર માં મારી કંચન નીં પ્રતિમા તારી
બસ આજ ભુલ મારી શું વાત કરુ હું તારી.....
મેળવી ના શક્યો હું તને શું ખપ હતી મારી
તને શોધે આંખો મારી શું વાત કરુ હું તારી.....
સાચવી ના શક્યો હું તને તુ વહેતુ હતુ પાણી
તે ટોક્યો પણ ના મને શું વાત કરુ હું તારી.....
મારી સ્મૃતિ ના રણ માં બસ એકજ સરીતા તારી
તું ખડ ખડ વહેતુ પાણી શું વાત કરુ હું તારી.....
રેશમ ના તાતણે બંધાણી જોડી છે આ આપણી
તું આગળ ચાલી નીકળી શું વાત કરું હું તારી.....
એ ફૂલ અતી ચંદન નું ને પરાગ એની મીઠી
તુ એને વહાલી થઇગઇ શું વાત કરું હું તારી.....
તુ કલ કલ વહેતુ ઝરણુ હું શાંત રહ્યો કિનારો
તુ કલરવ મીઠો મન નો હું વૃક્ષ જેવો બહુબોલો
તુ નિર્મળ વહેતિ સરિતા હું રણ નો છુ દુસ્કાળ
તુ ઘરેણુ સુગંધિત સોનાનું તેણે લીધું એને છીનવી
મેં જોતો જ એને રહી ગયો ને એ પ્રભુને પ્યારી થઇ ગઇ
તારા સ્વાર્થ ભર્યા આ પ્રેમ માં હું એકલો રહ્યો સંસારમાં
બસ વાટ છે તારા સાથ ની તુ જીવંત છે મારા મનમાં
શું વાત કરું હું તારી.....શું વાત કરું હું તારી.....