નિજાનંદ
દુન્વયી વ્યવહાર ભલે હો અસ્તવ્યસ્ત;
વિચલિત ન થાઉં મારા માર્ગ થી ત્રસ્ત ;
હું તો રહેવા ચાહું નિજાનંદ માં મસ્ત !
મારી કવિતા નું વિશ્ચ છે જબરદસ્ત !
એ થકી નિજ લાગણીઓ વ્યક્ત કરું છું ફકત ;
હું તો રહેવા ચાહું નિજાનંદ માં મસ્ત !
મારા પ્રભુને અંતરમાં રાખું સમસ્ત ,
મારૂં જીવન સોંપ્યું એને હસ્તગત,
હું તો રહેવા ચાહું નિજાનંદ માં મસ્ત !
પરમાનંદ અનુભવું છું ધ્યાનસ્ત !
તુજ માં વિલીન થાઉં જીવન બને અસ્ત !
હું તો રહેવા ચાહું નિજાનંદ માં મસ્ત !
ડૉ.સેજલ દેસાઈ,
સુરત ?