શુપ્રભાત મિત્રો.. ?
હવે @પેન જાય છે @મન પાસે પોતાની ફરિયાદ લઈને, કે હે મન જોવ આ તમારા આવા વિચારો ને લીધે મને કાગળે કેટલું બધું કહ્યું યાર શું ખરેખર હું દોશી છું..? ચલો તમેં જ કહોં શું એ સત્ય છે..? કારણ કે હું તો પોતાને નિર્દોષ જ ગણું છું.
અવે @મન શાંતિપૂર્ણ પ્રત્યુત્તર આપે છે કે હે @પેન હું તો આ (કળિયુગ) નો @મન છું યાર (કડવું અને મીઠુ ) બંન્ને જ રીતે વિચારીશ. અને એ એક સત્ય છે જે સૌ કોઈ જાણે છે.
પણ યાર તમારું પણ એક કર્તવ્ય છે, કે મેં કડવું વિચાર્યું તો તમારે એકવાર ટકોર તો કરાય ને, કે હે મન શું વિચારી રહ્યા છો તમેં..? હમ્મ કેમ આવું કડવું વિચાર્યા કરો છો તમેં..??
બસ આટલી જ ટકોર કરી હોત ને તો કદાચ હું મારા કડવાં વિચારો પર અંકુશ પણ રાખી શક્યો હોત, પણ તમેં તો બસ મેં જે વિચાર્યું એ તમેં કાગળ ઉપર લખતાં જ રહ્યાં બસ લખતાં જ રહ્યાં..
પણ એક વાત કહું તમને..?? ભુલ તો આપણાં બંન્ને ની છે જેટલી (મોટી ભુલ) મારી છે તેટલી જ (થોડી નાની) ભુલ તો તમારી પણ છે એ તો તમારે પણ સ્વિકારવું જ રહ્યું..
ચલો આજે હું તમને વચન તો ન આપી શકું પણ યાર એટલું ચોક્કસ પણે કહીશ, કે હું મારા કડવાં વિચારો પર અંકુશ રાખવાનો પ્રયત્ન કરીશ.. અને મીઠા વિચાર કરવાનો પ્રયત્ન કરીશ..
તમેં પણ એક વચન આપો કે હું જે વિચારું તે પણ તમારે તો મીઠુ જ લખવાનો જ પ્રયત્ન કરવો..
@કાગળ અમે બંન્ને આપના આભારી છીએ કે તમેં અમને બંન્ને ને જાગૃત કર્યા.. ?
અભિ