ગઝલ
ગઝલ
આ ગીત ગઝલ ની દુનિયા માં ખોવાવુ ગમે છે,
પરીઓની આ રમણીય નગરીમાં વિહરવું ગમે છે,
ક્યારેક રાધા તો ક્યારેક મીરાં બની કૃષ્ણ સમીપે જવું ગમે છે,
કલ્પના સભર સાગરમાં ડૂબકી લગાવી જ્ઞાન સભર મોતી વિણવુ ગમે છે,
તારા મઢેલી કાળી રાત્રે એક ખરતો તારો શોધવું ગમે છે,
પતંગિયા સમાન હળવા બની ફૂલોનો અમૃત રસ પીવો ગમે છે,
મેઘધનુષ ના રંગો સમાન વિવિધ રંગી લોકો સંગ ભળવું ગમે છે,
સૂરજની રોશની સમાન વિભુ ના તેજ ને અંતરમાં ભરવું ગમે છે !
આ ગીત ગઝલની દુનિયામાં ખોવાવુ ગમે છે .
અસ્તુ.
ડૉ.સેજલ દેસાઈ,
સુરત ?