ફિલ્મ #સ્ત્રી નો રિવ્યુ
#ओ_स्त्री_कल_आना ।
#સ્ત્રી
નામ જ કુતૂહલ પ્રેરે... કારણ?
કારણ કે આપણે એક સ્ત્રીને કદી સ્ત્રી માની જ નથી,પણ તેને કોઈ ને કોઈ સંબધથી બાંધી અને સંબોધનથી સંબોધી છે. સ્ત્રીનું અસ્તિત્વ સાબિત કરવાના પ્રયત્નો કરવા પડે, એ આજનો સમય છે. કદાચ શરૂઆતમાં એટલે કે વેદિક યુગ આવો નહોતો. પણ ધીમે ધીમે સ્ત્રીનું સ્ત્રીત્વ દબાતું ગયું અને પછી એ સ્ત્રી કદી ઉઠી જ નથી શકી.
એક નવા વિચાર, નવીન પ્લોટ સાથે સ્ત્રી ફિલ્મ આવે છે.એક નાનકડી અંધશ્રદ્ધા આખા ગામને , આખા સમાજને ડરાવે છે. જો કે અહીં થોડું વિલન સ્વરૂપે પણ છતાં સ્ત્રીનું સશક્તિકરણ તો થયેલું દેખાય જ છે. સ્ત્રીને આસુરી શક્તિ સાથે જોડીને પુરુષોને એનાથી દૂર રહેવાની જે સલાહ, સમજણ, ડર બતાવીને ચેતવ્યા છે, એ ખરેખર આજની જરૂરિયાત છે. આવા સમયે આવી અંધશ્રદ્ધા પણ સાતત્યપૂર્ણ લાગે છે.
ખાસ કંઈ એવું નથી, જે જોયું નથી, સમજ્યા નથી, જાણ્યું નથી અને છતાં તમને અંત સુધી જકડી રાખતી ફિલ્મ,ક્યાંક તો તમે આગળ શું થશે,એ પણ વિચારી શકો,પણ છતાં ત્યાં એકટક જોઇને સતત અનુભવી શકો એવો ડર..જો કે વચ્ચે વચ્ચે ક્યાંક તો સતત ડરના માહોલમાં પણ તમને કોમેડી જોવા મળી જાય..
રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, નાનકડા રોલમાં નવાઝુદ્દીન,પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના,અભિષેક બેનર્જી જેવા કલાકારોએ ભેગાં થઈને એકવાર તો જોવાય જ એવી મસ્ત ફિલ્મ બનાવી છે એમ કહેવું પડે.
હા, અંત તો જોવા જ જવું પડે... મેં તો જોયો, તમે જોયો???