કુદરતના ખેલ એક અજીબ પ્રકારના હોયછે. કયારેક તે કોઇને આખી જીંદગી નિરોગી રાખે છે. તો કોઇને આખી જીંદગી અપાર દુ:ખ આપેછે. પણ એ દરેક ના કરેલા પાછલા જન્મના કર્મોને આધારે મળે છે. તેમ આપણે નહી પરંતું શાસ્ત્રો કહી ગયેલાછે.
કોઇના શરીરે જન્મથી ખોડખાંપણ હોયછે તો કોઇને પોતાની જીંદગીમાં કયારેક કોઇ ગંભીર અકસ્માત ને લીધે થતી હોયછે ને જે તકલીફ પડે છે તે સૈએ ભોગવવાની હોયછે.
કોઇ આંખ ગુમાવે છે, તો કોઇ હાથ પગ ગુમાવતા હોયછે. જે તેમની બાકી રહેલી આખી જિંદગી એ દર્દ સહન કરવાનું હોયછે. પછી કોઇ પૂજા પ્રાર્થના કરવાથી તે દુ:ખ મટી શકતું નથી પણ હા તેમાં થોડીક રાહત જરુર રહેછે...કારણ કે ભગવાનને અર્જ કરવાથી તે તમારા દુ:ખમાં થોડોક ભાગીદાર જરુર બને છે.
નીચે આપેલ એક આફ્રિકન છોકરી તેના મોંની આગળ કોઇ એવી ગાંઠ નીકળી છે જે કયારેય મટી શકે તેમ નથી હા આજકાલ તેનું ઑપરેશન કરવું શક્ય છે પણ તે ફરી ગમે ત્યારે વધી પણ શકે છે...
કાયમનો છુટકારો મળવો તો તેને માટે કદાચ અસંભવ છે.
પછી તો આગળ તેનું નસીબ.