સરિતા...
બનું હું સરિતા ! શું તું દરિયો બનીશ ?
છે કેટલાક ઓરતા, શું તું પૂરા કરીશ ?
મનની મનમાં નથી રાખવી, કહેવી છે !
વાત તને, કેટલો છે પ્રેમ એ પણ કહીશ.
ત્યજી દીધું આખું જીવન બીજા માટે,
જીવવું છે મારા માટે, સાથ આપીશ ?
મૌન બની શું સાંભળ્યા જ કરીશ હવે !
કે તારા દિલની કોઈ વાત મનેય કરીશ !
બોલને ! પ્રિયે કહી બોલાવું તો ગમશે ?
કે બનું મીરા ને તું મારો કાન્હો બનીશ !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.