સાતેક દિવસ પહેલા હું સવારના કોમળ તડકામાં ઓફિસ બહાર ખુરશી મુકાવી બેઠો હતો ત્યારે 1 ફેરિયો અગરબત્તી વેચવા આવ્યો ચહેરો થોડો પરિચિત લાગ્યો. મેં બેસવા કહ્યું એણે વિનંતી કરી, "સાહેબ આમતો 1 પેકેટ 50 રૂપિયામાં આપૂ છું પણ, તમારા માટે 100 મા 3 પેકેટ આપીશ." મને એ જરૂરીયાતમંદ લાગયો. મેં 200 રૂપીયાની અગારબત્તી લીધી. "એ ખુશ થયો, અને કહ્યું તમે સારી મદદ કરી સાહેબ."અને મને એની મદદ કર્યાનો સંતોષ થયો.
આજે પત્ની સાથે બજારમાં જવાનું થયું. એજ પરિચિત ચેહરો આજે કપડાની દુકાન આગળ કપડાની લારી લઈને ઉભેલો જોયો. સહજ ભાવે હું એની પાસે ગયો મને એમ કે એ ઓળખી જશે. પણ એવું ના થયું એટલે મેં વાતચીત કરવાનું શરૂ કર્યુ. 'ભાઈ, આ મોજાનો શુ ભાવ?' મને એમ કે, એ અવાજથી મને ઓળખી જશે પણ એમ ન બન્યુ. મને સહેજ નવાઈ તો લાગી પછી મેં બીજી વાર ભાવ પૂછ્યો. એને કીધું, '2 જોડ મોજાના 100 રુપીયા.' મેં કહ્યું આતો વધુ કહેવાય, વ્યાજબી ભાવ કહો. આના 80 રુપીયા પણ વધુ કહેવાય. એણે તોછડાઈથી કહ્યું, "તે તમને કોઈએ તેડાવ્યા તો નથી અહીંયા, જયાંથી મફત મળે ત્યાંથી લઇ લેજો. ધંધાનો ટાઈમ ન બગાડશો."
અત્યારે મને એ મદદ કર્યાનો રંજ નથી. પણ ખોટા માણસને મદદ કર્યાનો ભારોભાર અફસોસ છે. #જરૂર