અમુક જીવજંતુઓ એટલા બારીક હોયછે કે જે નરી આંખે બિલકુલ દેખાતા જ નથી હોતા..ઘણીવાર આપણા પોતાના જ શરીરમાં કોઇપણ જગ્યાએ પોતાનું ઘર કરીને શાન્તિથી રહેતા હોય છે એ જંતુ પણ આપણને તેની કયારેય ખબર પડતી નથી..ને જયારે દાક્તર સાહેબ તે જગ્યાએથી કાઢીને બતાવે છે ત્યારે આપણને માનવામાં નથી આવતું...અરે આવું હોય જ નહી...બસ આમ જ દલીલ આપણે તેમને કરતા હોયએ છીએ.
માણસ જયારે મૃત્યુ પામે ત્યારે તેના બાર કલાકમાં જ તેના શરીરમાં જીવડા પડવાનું શરું થઇ જાયછે માટે જ આપણે તેના શબને કોલ્ડ રુમમાં રાખીએ છીએ કારણકે તેનું શબ ગંધાય નહી ને જીવાત પડે નહીં.
આપણે સ્નાન કરતી વખતે દરરોજ આપણી બંને આંખ પાણી ને સાબુથી ધોઇએ છીએ જેથી તે સ્વચ્છ ને નીરોગી રહે...પણ તમે જાણતા નથી જે લોકો પોતાની આંખો નિયમિત નથી ધોતા કે સાફ નથી કરતા તેઓની આંખની પાંપણના વાળના મુળીયાની અંદર એક સગી આંખે ના દેખાય તેવો ભયંકર જંતુ તેની મજબુત પક્કડ બનાવીને કાયમ માટે બેઠેલા હોયછે કદાચ એ તમે નહી જાણતા હોય! પણ આ એક સાચા સમાચાર છે ને સાચી હકીકત પણ છે...માટે જ આપણી આંખો હમેશાં ચોખ્ખી રાખો કે જેથી આવા જંતુ આપણા શરીરમાં તેમનું ઘર ના કરી બેસે.(
(સ્વચ્છ શરીર એજ નિરોગી શરીર) પણ જો જો ફોટો જોઇને તમને જરા ચીતરી ના ચઢે, પણ શું થાય ફોટો બતાવવો એક જરુરી પણ છે કે જે જોઇને આપણને તેની કંઇક જાણ પણ થાય... તો સો...સોરી ?