#પતંગિયા ...
મજાના ઉડતા ગમે પતંગિયા ,
આમ ઉડે ,તેમ ઉડે મજાના પતંગિયા ...
મનને લોભાવે ગમતાં પતંગિયા ,
લાલ, પીળા, લીલાં મસ્ત પતંગિયા ...
ફૂલોની દોસ્તી કરતાં પતંગિયા ,
રસ મધુર લૂટ્યાં કરતાં પતંગિયા...
મસ્તી કરતાં ગીતો ગાતા પતંગિયા ,
વનેવન ભમતાં ,પ્યારા પતંગિયા ...
રંગબેરંગી પ્યારા પતંગિયા ,
સૌને મનગમતા ,ન્યારા પતંગિયા...