ગાંધીજીને કોણ ના ઓળખે!
દરેક નાના મોટા સૈ કોઇપણ ઓળખતા જ હોયછે...કારણ કે એ ગાંધીજીને આપણે દેશના રાષ્ટ્ર પિતાથી જાણીએ છીએ.
એક લાંબી લાકડીના ટેકે લાંબા પગલા ભરીને ચાલતા, આંખે ગોળ મોટા ચશ્મા, શરીરે સફેદ ધોતી ને ઉપર સુતરાઉ કાપડનો એક નાનો ટુકડો...
નાનું બાળક પણ તેમના ફોટાને જોઇને ઓળખી જાય ને કહે..
પપ્પા પપ્પા જુઓ આ ગાંધીજીનો ફોટો અમારા ક્લાસરૂમમાં પણ આવો જ છે.
હા..આ એજ ગાંધીજી.
એક કલાકારે પણ ગાંધીજીનો એક એવો ફોટો બનાવ્યો છે કે જે ફોટો કોઇ કલરોથી નથી બનાવ્યો પણ એક નવી જ ટેકનીક તેમને વાપરી ને બનાવ્યો છે.
એકસો ચાલીસ કિલો ખાવાની ખારીસીંગ લઇને તેને એક પછી એક એવી રીતે ચોંટાડી કે તે એક ગાંધીજીનો ફોટો બની ગયો.
આવા પણ કલાકાર હોયછે, આપણા ભારત દેશમાં...
ઘણા લોકો કહેતા હોય છે કે કલાકારનું મગજ ફરેલુ હોયછે પણ તેમના મગજમાં જે કંઇ આવે તે એક કલા રુપે કંડારી લેતા હોયછે.
જુઓ આ એવા જ કલાકારનો બેનમુન એક ફોટો આપણા ગાંધીજીનો...